કોરોના વાયરસના સંક્રમણને ફેલાવતુ અટકાવવા માટે તામિલનાડુ સરકારે લોકડાઉનને વધારી દીધું છે. રાજ્ય સરકારે રવિવારે જાહેરાત કરી કે લોકડાઉન 30મી જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે. આ સિવાય મધ્યપ્રદેશ, પંજાબ જેવા રાજ્ય પોતાના લોકડાઉનને વધારી ચૂક્યા છે.
જોકે તમિલનાડુમાં લોકડાઉન વિસ્તાર દરમ્યાન સાર્વજનિક પરિવહનની આશિંક છૂટછાટ સહિત કેટલાય પ્રકારની છૂટછાટ મળશે. મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ કહ્યું કે ધાર્મિક સ્થળો, આંતરરાજ્ય બસ પરિવહન, મેટ્રો અને ઉપનગરીય રેલ પર પ્રતિબંધ અમલમાં રહેશે.
તેમણે કહ્યું કે, એક જૂનથી ઓછી સેવાઓ સાથે સાર્વજનિક પરિવહન ફરીથી શરુ થશે. પરંતુ રાજ્યમાં કોવિડ-19ના કેસમાં સૌથી વધારે સંખ્યાવાળા ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લૂર અને ચેંગલપેટ જિલ્લામાં બસોનું સંચાલન નહી કરવામાં આવે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કર્ફ્યુને 30 જુન સુધી વધારવામાં આવે છે.
તમિલનાડુ તે રાજ્યોમાંથી એક છે. જ્યાં કોરોના ચેપથી વધારે અસરગ્રસ્ત થયા છે. શનિવારે રાજ્યમાં 938 નવા કેસ સામે આવ્યા હતા. આ રીતે અત્યાક સુધીમાં 21, 184 લોકોને ચેપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારને લોકડાઉન 5. 0ને અનલોક-1 નામ આપી અમલમાં મુકી ઘણી છુટ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.