કોરોના વાઈરસથી બચવા માટે વારંવાર હાથ ધોવા, સાફ-સફાઈ રાખવી અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય આપણે એવી આદતોને પણ છોડવી પડશે જેનાથી કોરોના વાઈરસ ફેલાતો રોકવામાં મદદ મળી શકે છે.
ભારતમાં તમામ લોકોને રસ્તા પર ચાલતા અથવા સાર્વજનિક સ્થળો પર થૂંકવાની આદત છે. રસ્તા પર થૂંકવુ ના માત્ર અશિષ્ટતા છે પરંતુ આરોગ્ય માટે ઘણુ ખતરનાક છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર કોરોના વાઈરસ થૂંકવાથી પણ ફેલાય છે.
કોરોનાથી સંક્રમિત કોઈ વ્યક્તિ જો ખુલ્લામાં થૂંકે છે તો તેના મોં ની લાળ 24 કલાકની અંદર સંક્રમણ ફેલાવી શકે છે. તેથી થૂંકવાથી રોકવાને પણ અભિયાનની જેમ ચલાવવુ જોઈએ ત્યારે જ લોકોમાં જાગૃતિ આવશે કેમ કે થૂંકવાની આદત લોકોના જીવનને જોખમમાં મૂકી શકે છે.
કેટલાક લોકોને ગમે ત્યાં થૂંકવાની આદત હોય છે જેમ કે ચાલતા ચાલતા, ગાડીમાં બેઠા-બેઠા. થૂંકમાં જીવિત કીટાળુ હોય છે જ્યારે કોઈ વ્યક્તિ થૂંક પાસેથી પસાર થાય છે તો આ ડ્રૉપલેટ્સ મોં, નાક અને આંખો દ્વારા પ્રવેશ કરીને તે વ્યક્તિને સંક્રમિત કરી દે છે. આ સિવાય થૂંકમાં માત્ર લાળ નથી પરંતુ ક્યારેય-ક્યારેક બલગમ પણ હોય છે જેમાં કેટલાક પ્રકારના કીટાળુ હોય છે.
થૂંકનારમાં સૌથી વધારે તે લોકો હોય છે જે પાન ખાય છે. એક્સપર્ટનું કહેવુ છે કે જો કોઈ વ્યક્તિ થૂંક પાસેથી પસાર થાય છે તો તેણે તે જગ્યાને સ્પર્શ કરવાથી બચવુ જોઈએ. જો થૂંક ભૂલથી પણ કપડા પર લાગી ગયુ તો ફટાફટ કપડા બદલી દો અને તે કપડાને ગરમ પાણીમાં ધોઈને કીટાળુ રહિત કરી દો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.