કોરોના વાયરસ (Corona Virus) એ સૌ પ્રથમ ચીનમાં જ દસ્તક દીધી હતી, પરંતુ છેલ્લા બે દિવસમાં આ જગ્યા પર એક પણ નવો કેસ સામે આવ્યો નથી. ચીનમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે, ત્યાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છો અને જનજીવન પૂર્ણ રીતે પાટા પર આવી ગયુ છે. તો બીજી તરફ કેટલાક લોકો આ માટે ચીનના વખાણ કરી રહ્યુ છે તે, કેટલાક રીપોર્ટમાં આ વાતને લઈને પ્રશ્ન પણ કરવામાં આવી રહ્યા છે.
ચીની ડૉક્ટર્સે પણ ચૂપ કરી દીધા છે
કોરોના વાયરસ (Corona Virus) નું વૈશ્વિક સંકટ બનતા પહેલા જ ચીની નેતાઓની બીમારીને લઈને પારદર્શિતા ન રાખવા અને પરિસ્થિતી સામે સારી રીતે ધ્યાન ન રાખવા પર આલોચના કરવામાં આવી રહી છે.
ત્યાં સુધી કે, કોરોના વાયરસને લઈને સૌ પ્રથમ સતર્ક કરવાની કોશિશ કરનાર ચીની ડૉક્ટર્સે પણ ચૂપ કરી દીધા છે. હવે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનમાં લોકો પોતાના કામ પર પરત ફરી રહ્યા છે અને બધા જ બિઝનેસને ફરીથી શરુ કરવામાં આવી રહ્યા છે. જોકે, કેટલાક લોકો અને સ્થાનિય અધિકારીઓનું કહેવુ છે કે, સરકાર સુનિશ્વિત રીતે સચ્ચાઈ છુપાવી રહી છે.
ખોટી રીતે ‘બેક ટુ વર્ક’ નો ટાર્ગેટ પૂર્ણ કરે છે સરકાર
ચીનના એક મીડિયા હાઉસ Caixan એ આ વાતને લઈને એક રીપોર્ટ છાપી છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે, ચીનની સરકાર બધુ જ સામાન્ય દર્શાવવા માટે ઘણા પેતરા અજમાવી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, સ્થાનિય કંપનીઓ અને અધિકારી ખોટી રીતે વિજળીનો વપરાશ વધારીને અને અન્ય રીતે ‘બેક ટુ વર્ક’ ના ટાર્ગેટને પૂર્ણ કરી રહી છે. ચાલુ અઠવાડીયમાં ચીનમાં કોરોના વાયરસના મામલાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. એવામાં સ્થાનિક સરકારે કોરોના વાયરસથી ઓછા પ્રભાવિત વિસ્તારમાં કંપનીઓ અને ફેક્ટરીઓ પર ફરીથી કામ શરુ કરવા માટે દબાણ કરી રહી છે. ઘણા જિલ્લા અધિકારીઓને તે માટે કડક ટાર્ગેટ પણ આપી દેવામાં આવ્યા છે.
ખોટા સ્ટાફ રોસ્ટર બનાવી આંકડાઓ દર્શાવે છે
કંપનીના સૂત્રો અને સ્થાનીય અધિકારઓએ કૈક્સનને જણાવ્યુ છે કે, ટાર્ગેટ બંધ કરવાના દબાણાં બીજી ખોટી રીત આપનવવામાં આવી રહી છે. ખાલી ઓફિસોમાં લાઈટ અને AC ચાલુ રાખીને મેન્યુફેક્ચરિંગ ઉપકરણોને ઓન કરી અને ખોટા સ્ટાફ રોસ્ટર બનાવીને તે આંકડાઓ દર્શાવવામાં આવી રહ્યા છે.
બિઝનેસ પર ખોટુ દબાણ કરાયુ
ચીનમાં બિઝનેસ ફરીથી ચાલુ થવાના સંકેત અને વિજળીના વપરાયશના ડેટાનુ નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. ઔદ્યોગિક રુપથી ઊભરવાના મામલામાં ચીનના ઝેઝિયાંગ પ્રાંતની મિસાલ આપવામાં આવી રહી છે. ચીનના ટોપ ઈકોનોમિક પ્લાન પ્રમાણે, 24 ફેબ્રુઆરીના રોજ અહીંયા 90 ટકાથી વધાકે કામ ફરીથી શરુ થઈ ગયા છે. જોકે, અહીંયાના એક સરકારી અધિકારીએ કૈક્સનને જણાવ્યુ કે, શનિવારથી દરેક પ્લાન્સ્ટ અને ઐદ્યોગિક મશીનોને દિવસભર ચલાવી રાખવાના નિર્દેશ કરવામાં આવ્યા છે. અધિકારીઓને કોમ્પ્યુટર્સ અને AC પણ ઓન રાખવા માટે કહેવામાં આવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.