એક બાજુ કોરોના વાઈરસ (Corona virus) થી જ્યાં આખી દુનિયામાં હડકંપ મચ્યો છે, દેશ વિદેશમાં તેના નિત નવા મામલા સામે આવી રહ્યાં છે તે દરમિયાન રાજકારણમાં પણ હવે કોરોનાનો પગપેસારો થઈ ગયો છે. આજે લોકસભામાં રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે ભારતમાં કોરોના વાઈરસના સૌથી વધુ દર્દીઓ ઈટાલીથી આવ્યાં છે. જેથી કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પરિવારની તપાસ થવી જોઈએ. આ વાત પર લોકસભામાં હોબાળો મચી ગયો હતો. તરૂણ ગોગોઈ સહિત 15-20 સાંસદો વેલમાં આવીને હંગામો મચાવવા લાગ્યા હતાં. કોંગ્રેસી સાંસદોએ કાગળ ફાડીને અધ્યક્ષના ટેબલ તરફ ફેંક્યા હતાં. પરિણામે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
આ અગાઉ દિલ્હીથી ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ કોરોના વાઈરસના કારણે અપનાવવામાં આવનારી અલગ થલગ રહેવાની પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ અને પોતાની તપાસ કરવી જોઈએ. બિધૂડીએ સંસદ બહાર રાહુલ ગાંધીને અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે જોયા બાદ કહ્યું કે રાહુલ ગાંધી હાલમાં જ ઈટલીથી પાછા ફર્યા છે. મને નથી ખબર કે એરપોર્ટ પર તેમની તપાસ થઈ કે નહીં. તેમણે પોતાનુ મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. જેથી કરીને ખબર પડે કે આ જીવલેણ બીમારીનો તેમને ચેપ લાગ્યો છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.