કોરોના વાઇરસ LIVE : વિશ્વ આખામાં બે લાખ કરતાં વધુ લોકોને ચેપ લાગ્યો

વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસો વધીને બે લાખ કરતાં વધુ થઈ ગયા છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી કુલ કેસો બે લાખ, એક હજાર 530 નોંધાયા છે અને મૃતકોની સંખ્યા વધીને આઠ હજાર સાત થઈ ગઈ છે.

અત્યાર સુધી ચીનમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ચીનમાં કોરોનાના 81,102 કેસ સામે આવ્યા છે, જ્યારે બીજા નંબરે ઇટાલીમાં 31,506 મામલા નોંધાયા છે.

આ દરમિયાન લોકોસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને આ જાણકારી આપી છે. ઈરાન, યુએઈ અને ઇટાલી ઉપરાંત હૉંગકૉંગ, કુવૈત, રવાન્ડા અને શ્રીલંકામાં એક-એક ભારતીયને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

સોમવારે જ ઈરાનમાંથી 53 ભારતીયોને લાવવામાં આવ્યા હતા. મુરલીધરને કહ્યું કે સરકાર ભારતીયોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.

મધ્ય-પૂર્વમાં ઈરાન કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અત્યાર સુધી અહીં કોરોના વાઇરસને લીધે 700 લોકોનો જીવ ગયો છે અને કુલ 14 હજાર મામલા સામે આવ્યા છે.

આ દરમિયાન ભારતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓના કુલ 130 કેસ નોંધાયા હોવાની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.

વિદેશમાં કુલ 276 ભારતીયોને વાઇરસનો ચેપ લાગ્યો હોવાની માહિતી વિદેશ મંત્રાલયે લોકસભામાં આપી છે.

આમાંથી 225 ભારતીયો ઈરાનમાં છે, જ્યારે 12 ભારતીયો યુએઈમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.