સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બ્રાઝિલ પણ દેશમાં વધી રહેલા કેસ પર લગામ લગાવવા માટે હવે સંઘર્ષ કરી રહ્યો છે. જેનું પરિણામ એ છે કે દુનિયામાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ બ્રાઝિલ છઠ્ઠા સ્થાને છે.
હવે બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રી નેલ્સન ટીશે પણ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. બ્રાઝિલ હાલ બે તરફી સંકટનો સામનો કરી રહ્યો છે. બ્રાઝિલમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ સામે આવ્યા છે અને 14,000 થી વધારે લોકોના મોત નીપજ્યા છે. એવામાં દેશે આ સંકટમાં બહાર નીકળવામાં અસમર્થતા દર્શાવી છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ પહેલા તો કોરોના સંકટને નકારી દીધુ અને જ્યારે મહામારી ફેલાઈ તો વૈજ્ઞાનિકોના સૂચનો વિરૂદ્ધ ગયા. પહેલા તેમણે વાઈરસના જોખમને સામાન્ય લીધુ અને બાદમાં કેસો વધવા છતાં તેમણે દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન લગાવ્યુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.