હોંગકોંગ: હોંગકોંગ સરકારે બુધવારે મંદીથી ઝઝુમતા પોતાના અર્થતંત્રને ઉગારવા 70 લાખ નાગરિકોને રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. હોંગકોંગ સરકાર પ્રત્યેક નાગરિકને 10 હજાર હોંગકોંગ ડૉલર એટલે કે રૂ. 90980 આપશે. આ માટે લગભગ 1100 અબજ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
હોંગકોંગ પર 71 અબજ હોંગકોંગ ડૉલરનો બોજો પડશે- કોરોના વાઈરસને કારણે હોંગકોંગનું અર્થતંત્ર વધુ ડામાડોળ બન્યું છે. આથી નાણામંત્રી પોલ ચાને વાર્ષિક બજેટમાં લોકોને રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. આથી હોંગકોંગ પર 71 અબજ હોંગકોંગ ડૉલરનો બોજો પડશે. સરકારને આશા છે કે આ સહાયથી લોકો ખરીદી વધારશે જેથી અર્થતંત્રને વેગ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.