વિશ્વના તમામ દેશોમાં કોરોનાએ મચાવેલી તબાહી વચ્ચે પાકિસ્તાનના મૌલાના કૌકબ નૂરાનીએ કોરોના વાયરસને મુસ્લિમો સામેનુ ષડયંત્ર ગણાવ્યુ છે.
તેમનુ આ નિવેદન સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે.સોશ્યલ મીડિયા પર ફરી રહેલા એક વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, કોરોના વાયરસ યહૂદીઓએ પેદા કર્યો છે અને હવે તેઓ જ તેની વેકસીન બનાવી રહ્યા છે.જો તમને કોરોનાનો ચેપ લાગે તો હોસ્પિટલમાં સારવાર માટે જવાની જરુર નથી.
મૌલાના આગળ કહે છે કે, હોસ્પિટલમાં જવાથી તમારે વેક્સીન લેવી પડી શકે છે.આ વેક્સીનમાં યહૂદીઓએ એક ચીપ નાંખેલી છે.જે વેક્સીનની સાથે માણસના શરીરમાં પ્રવેશ કરશે.આ ચીપથી મુસ્લિમોના મગજ પર કંટ્રોલ કરવામાં આવશે.તમે શું વિચારો છો તેની યહૂદીઓને ખબર પડી જશે.
મૌલાનાએ આગળ કહ્યુ હતુ કે, હોસ્પિટલમાં ડોક્ટરોને દર્દીઓને મારવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે.એટલે જ તમને કોરોના થાય તો હોસ્પિટલ ના જતા, જો તમે ગયા તો પાછા નહી આવી શકો, ડોક્ટરો તમને વેન્ટિલેટર પર મુકીને મારી નાંખશે.ડોક્ટરો દર્દીઓને તેમના સ્વજનો સાથે પણ મળવા નથી દેતા.જેથી તેઓ દુનિયા આગળ ખુલ્લા ના પડી જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.