કોરોના વાયરસના કારણે દરરોજ વધતાં કેસ વચ્ચે 13 રાજ્યો એવા છે જ્યાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી એક પણ મોત નથી થઈ.
જે તે 13 રાજ્યોમાં કોરોના વાયરસના કારણે મોત નથી થઈ તેમાં ઓડિશા, આસામ, લદ્દાખ, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, નાગાલેંડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, લક્ષદ્વીપ, અંદામાન નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે
ભારતમાં કોરોના વાયરસનો સૌથી વધારે ચિંતા જે રાજ્યોમાં જોવા મળી રહી છે તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, દિલ્હી, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશ એમ આઠ રાજ્યોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સંક્રમણથી 714 દર્દીઓના મોત થયા છે. જેને લઇને મૃત્યુઆંક 1,64,110 પર પહોંચ્યો છે. આ પહેલા 21 ઓક્ટોબરે 24 કલાકમાં સંક્રમણથી 717 દર્દીઓના મોત થયા હતા.
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કાળ બનીને વકરી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2640 કેસ નોંધાયા છે અને 2066 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,94,650 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 11 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.