દેશમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે રવિવારે દેશમાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર વચ્ચે સમન્વયમાં અંતરને લઈને ચિંતા વ્યક્ત કરી છે.તેમણે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે અને વધારે પગલા લેવાનો આગ્રહ કર્યો છે.
પોતાના કોંગ્રેસી સાથીઓ શશિ થરૂર અને રાહુલ ગાંધીથી અલગ ચિદમ્બરમે દેશમાં ઘાતક કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા માટે સરકારે અત્યાર સુધીના પ્રયાસોની પ્રશંસા કરી છે.
ચિદમ્બરમે ટ્વિટ કરીને કહ્યું છે કે, કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ અત્યાર સુધી ઘણી સારી રહી છે પરંતુ આપણે વધારે સારું કરી શકીએ છીએ?
કોરોના વાયરસના પોઝિટિવ કેસ એક સપ્તાહમાં 31થી વધીને 84 થઈ ગયા છે.કેટલીક રાજ્ય સરકારોએ આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. આ કેન્દ્ર સરકાર માટે અને ઉપાયો પર વિચાર કરવાનો સમય છે.
ભૂતપૂર્વ નાણામંત્રીએ કહ્યું છે કે, આઈસીએમઆરની ચેતવણી પર ધ્યાન આપવાનો સમય છે. જો આપણી પાસે વાયરસનો ચેપ વધતો રોકવા માટે સ્ટેજ 3માં 30 દિવસ કાર્યવાહી કરવાનો સમય છે તો આપણે ઝડપથી દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.