- અમેરિકન ટેકનોલોજી વર્ક્સનું પ્રતિનિધિત્ત્વ કરતા એક સંગઠને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરી છે કે ચાલુ વર્ષે એચ-૧બી વિઝા કાર્યક્રમ સસ્પેન્ડ કરવામાં આવે.કોરોના વાઇરસને કારણે આવેલી મંદીમાં પોતાના હિતોનું રક્ષણ કરવા માટે અમેરિકાના આઇટી પ્રોફેશનલો દ્વારા આ માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એચ-૧બી વિઝાનો સૌથી વધુ લાભ ભારતીય આઇટી પ્રોફેશનલ દ્વારા ઉઠાવવામાં આવે છે.
- એચ-૧બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે હેઠળ અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપવામાં આવે છે. એચ-૧બી વિઝા કાર્યક્રમ હેઠળ ભારત અને ચીનમાંથી હજારોની આઇટી પ્રોફેશનલ અમેરિકા જાય છે.યુએસ ટેક વર્ક્સ નામના બિનનફાકારક સંઠન ટ્રમ્પને પત્ર લખી એચ-૨બી વિઝા કાર્યક્રમ પણ બંધ કરવાની માગ કરી છે. આ સંગઠને એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે અમેરિકાના પ્રમુખને પત્ર લખી માગ કરી છે કે કોરોનાને કારણે આવેલી આર્થિક મંદીને પગલે એચ-૧બી અને એચ-૨બી વિઝા કાર્યક્રમ રદ કરવામાં આવે.
- એચ-૨બી વિઝા વિદેશી કૃષિ કર્મચારીઓને આપવામાં આવે છે. અને આ વિઝાનો લાભ મોટે ભાગે લેટિન અમેરિકન દેશોના નાગરિકો ઉઠાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.