કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા પોલીસે જાહેરનામું બહાર પાડી લોકડાઉન કર્યું હોવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ કેટલાક લોકો ગંભીરતા સમજી રહ્યા નથી.
કેટલાક લોકો રિક્ષામાં દારૂની હેરાફેરી અને ગલીઓમાં પાન-મસાલાનું વેચાણ કરતા મળી આવ્યા હતા. પોલીસે આવા લોકોની ધરપકડ કરી છે.
સોલામાં ચાણક્યપુરી સુમતિ સ્કૂલ પાસે રિક્ષામાં દારૂનો જથ્થો લઇને જઇ રહેલા સની સોલા પોલીસે ધરપકડ કરી હતી.
મહેશ ડી પુરબીયા નામના શખ્સને દારૂ ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો. તે અંગે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. બીજી તરફ વસ્ત્રાપુરમાં સિંધુભવન રોડ પર જાહેરમાં પાન મસાલા વેચતા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. તે સિવાય વસ્ત્રાપુરમાં જાહેરમાં ફરતાં નવ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.
જાહેરનામાનો ભંગ કરનારા અન્ય બનાવમાં વાહનો લઇને ફરતાં ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. તે સિવાય વેજલપુરમાં જ જાહેરનામું હોવા છતાં
મોબાઇલની દુકાન ચાલુ રાખનારા શખ્સની ધરપકડ કરી હતી. એલિસ બ્રિજમાં પણ દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સોની ધરપકડ કરીને પોલીસે છ લિટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.