કોરોના વાઈરસને પગલે ટ્રમ્પનો મોટો નિર્ણય, આ દેશમાંથી આવતા લોકો પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાએ કોરોના વાઈરસના વધતા કહેરને જોતા બ્રાઝિલથી આવનારા મુસાફરો પર રોક લગાવી દીધી છે. બ્રાઝિલમાં દરરોજ વધતા કોરોના વાઈરસના કેસને જોતા અમેરિકાએ આ નિર્ણય લીધો છે. બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16, 508 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 3.65 લાખે પહોંચી ગઈ છે.

તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ બ્રાઝિલથી આવનારા મુસાફરો પર રોક લગાવવાનુ વિચારી રહ્યા છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે હુ નથી ઈચ્છતો કે તેઓ ત્યાંથી અહીં આવે અને અમારા લોકોને સંક્રમિત કરે. હુ નથી ઈચ્છતો કે ત્યાંના લોકો પણ બીમાર થાય. અમે વેન્ટિલેટર મોકલીને બ્રાઝિલની મદદ કરી રહ્યા છે. બ્રાઝિલ મુશ્કેલીમાં છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જણાવ્યુ હતુ કે કદાચ બ્રાઝિલથી આવનારા મુસાફરોના પ્રવેશ પર બેન લગાવવામાં આવશે. આશા છે કે આ અસ્થાયી રૂપે હશે.

અમેરિકા બાદ બ્રાઝિલમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. બ્રાઝિલમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3.65 લાખ થઈ ગઈ છે. મૃતકોનો આંકડો 22,746એ પહોંચી ગયો છે. રાહતની વાત એ છે કે કોવિડ-19થી 1.5 લાખ લોકો સાજા પણ થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અમેરિકામાં કોરોનાના કુલ 16.8 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા 98,024 છે અને કોવિડ-19 થી 3 લાખ 42 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.