કોરોના વાઈરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં 5માં સ્થાને પહોંચ્યું ભારત

કોરોના વાઈરસના વધી રહેલા કેસો વચ્ચે સ્પેનને પાછળ છોડી આ વાઈરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં ભારત દુનિયામાં પાંચમાં સ્થાને પહોંચ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2.41 લાખથી વધારે થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે, શનિવારે જ ભારતે ઈટલીને પાછળ છોડીને કોરોના વાઈરસ વૈશ્વિક મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છઠ્ઠો દેશ બન્યો હતો.

શનિવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં ગત 24 કલાકમાં સૌથી વધારે 9887 નવા દર્દીઓ સામે આવ્યા છે. સાથે જ દેશમાં કોવિડ-19ના 236,657 થયાં છે. શનિવારે સવારે આઠ વાગ્યા સુધી ગત 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 294 દર્દીઓના મોત થયાં છે જે બાદ મૃતકોની સંખ્યા વધીને 6642 પહોંચી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.