દુનિયામાં જૂન સુધીમાં 175 મિલિયન લોકો લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. જો કે વાયરસનો ઉદ્ભવ ચામાચીડિયામાંથી છે એ અંગે હજુ સુધી કોઈ યોગ્ય જાણકારી મળી નથી.અભ્યાસ કહે છે કે વાયરસ મનુષ્યમાં રેસ્પીરેટરી ડ્રોપ્સ અને નજીકના કોન્ટેક દ્વારા લોકોમાં ફેલાય છે. પરંતુ એવા કેટલા ઉદાહરણ છે જેમાં મનુષ્ય અને પ્રાણીઓમાં પણ વાયરસ ફેલાયો છે. ઘણા પ્રાણીઓ છે જે સંક્રમિત મનુષ્ય જેવા કે , કુતરા, બિલાડી, વાઘ અને સિંહ કોરોનાથી પોઝિટિવ આવ્યા છે તેઓના સંપર્કમાં આવ્યા છે.
જયારે કોરોના વાયરસ ચામાચીડિયામાંથી મનુષ્યમાં ફેલાવાની થિયરી પર હજુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, ‘CDC કહે છે કે, હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે Sars-CoV-2 લોકોમાં ફેલાવામાં પ્રાણીઓની મહત્વની ભૂમિકા છે. પ્રાણીઓમાંથી મનુષ્યમાં વાયરસ ફેલાવવનો ખતરો ખુબ ઓછો છે.
હાલમાં જ નેધરલેન્ડ, ડેનમાર્ક અને પોલેન્ડમાં મિંક અને ઓટરમાંથી મનુષ્યમાં કોરોના ફેલાયો હોવાના કેસો સામે આવ્યા છે. યુએસમાં પણ કેસ સામે આવ્યા છે પરંતુ CDCએ કહ્યું, ‘Sars-CoV-2 ખેતરમાં કામ કરતા લોકોમાંથી મિંકમાં ગયો હોય એવું લાગી રહ્યું છે અને તેમાંથી બીજા મિંકોમાં ફેલાવાનું શરુ થયું.
SARS-CoV-2થી સંક્રમિત થયા પ્રાણીઓ ;
CDC મુજબ, બીજા પ્રાણીઓ જેવા કે બિલાડી, કુતરા અને ચામાચીડિયા અથવા ઝૂની મોટી બિલાડીઓ, રીંછ, ખેતરમાં મિંક અને કેટલાક અન્ય પ્રાણીઓ SARS-CoV-2થી સંક્રમિત થયા છે, પરંતું અમે હજુ સુધી તમામ અંગે જાણી શકીયા નથી કે પ્રાણીઓ જે સંક્રમિત થયા છે. દુનિયાભરમાં પ્રાણીઓના સંક્રમિત થયાની ખબર આવી છે. એમાંથી વધુ પ્રાણીઓ મનુષ્યના સંપર્કમાં આવ્યા પછી કોરોનાથી સંક્રમિત થયા છે.
જો તમારી પાસે પાલતુ પશુ હોય તો શું કરશો ;
જો તમારી પાસે પાલતુ પશુ હોય તો, તેની સાથે એવો જ વ્યવહાર કરો જેવો તમે પરિવારના અન્ય સભ્યો સાથે કરશો જેથી તેમને સંભવિડ કોવિડ-19ના સંક્રમણથી બચાવી શકાય.
કારણ કે એક જોખમ છે કે કોવિડ-19 સંક્રમિત લોકો જાનવરોમાં વાયરસ ફેલાવી શકે છે. પાલતુ પશુઓના માલિકોએ પોતાના પાલતુ જાનવરોને ઘરની બહારના સભ્યોના સંપર્કમાં ન આવવા દેવા જોઇએ.જ્યારે પણ શક્ય હોય બિલાડીઓને ઘરની અંદર જ રાખો અને તેમને ખુલ્લામાં ન ફરવા દો.શ્વાનને ઘરની બહારના લોકોના સંપર્કમાં આવવાથી બચાવવા માટે તેને અન્યોથી ઓછામાં ઓછા 6 ફૂટના અંતરે રાખો.જાહેર સ્થળો પર જવાનું ટાળો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. પાલતુ પશુઓને માસ્ક ન પહેરાવો. માસ્ક તમારા પાલતુ જાનવરને નુકસાન પહોંચાડે છે.
https://www.youtube.com/watch?v=4t91TjiGqYE
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.