કોરોના વાઇરસથી તુર્કમેનિસ્તાન મુક્ત કેવી રીતે રહી શક્યું?

કોરોના વાઇરસના સંક્રમણની ઝપેટમાં દુનિયાના 211 દેશ છે, પરંતુ કેટલાક દેશો એવા પણ છે, જ્યાં કોરોના વાઇરસના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. તેમાંનો એક દેશ છે તુર્કમેનિસ્તાન.

નિષ્ણાતોનું માનવું છે કે અહીંની સરકાર કદાચ સચ્ચાઈ છુપાવી રહી છે અને તેને કારણે આ મહામારીને નાથવા માટેના પ્રયાસોને ઝટકો લાગી શકે છે.

દુનિયાના મોટા ભાગના દેશો કોરોના મહામારી સામે લડી રહ્યા છે અને તેના સંક્રમણને રોકવા માટે સંપૂર્ણ લૉકડાઉનની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એવા સમયે તુર્કમેનિસ્તાનમાં મંગળવારે વિશ્વ સ્વાસ્થ્ય દિવસે સાઇકલ રેલીનું આયોજન કરાયું.

આ મધ્ય એશિયાઈ દેશે દાવો કર્યો છે કે અહીં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી.

પણ શું સેન્સરશિપ માટે ચર્ચિત આ સરકારના આંકડા પર વિશ્વાસ કરી શકાય?

તુર્કમૅન હેલ્થકૅર સિસ્ટમનું અધ્યયન કરનારા લંડન સ્કૂલ ઑફ હાઇજિન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિનના પ્રોફેસર માર્ટિન મેક્કીએ કહ્યું:

“તુર્કમેનિસ્તાન તરફથી સત્તાવાર રીતે સ્વાસ્થ્યના જે આંકડા જાહેર કર્યા છે એના પર બિલકુલ ભરોસો કરી શકાય નહીં.”

માર્ટિને કહ્યું, “ગત દશકમાં તેઓએ દાવો કર્યો હતો કે ત્યાં એક પણ દર્દી એચઆઈવી/ઍઇડ્સથી સંક્રમિત નથી. આ આંકડા પર વિશ્વાસપાત્ર અને સરાહનીય નથી.”

“આપણે એ પણ જાણીએ છીએ કે વર્ષ 2000ના દશકમાં તેઓએ સતત ઘણી બીમારીઓ સંબંધિત જાણકારી છુપાવી છે, જેમાં પ્લેગ પણ સામેલ છે.”

તુર્કમેનિસ્તાનમાં ઘણા લોકો કોવિડ-19થી ડરે છે, બની શકે કે તેઓ અગાઉથી જ સંક્રમિત હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.