સરકારના વેક્સીન કાર્યક્રમ અનુસાર આગામી 1 એપ્રિલથી 45 વર્ષની ઉપરના લોકો વેક્સીન લગાવડાવી શકશે. આ સાથે મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે લોકો પોતાની રીતે નક્કી કરી શકે છે કે વેક્સીનનો બીજો ડોઝ ક્યારે લેવો છે
કોવેક્સીન 4-6 અઠવાડિયામાં અને કોવિશિલ્ડ 4-8 અઠવાડિયામાં લઈ શકાય છે. દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે સરકારે નાગરિકોને શાંત રહેવની અપીલ કરી છે.
હાલમાં કોવેક્સીન પણ સરકારના જણાવ્યા અનુસાર 8 અઠવાડિયા સુધીમાં ફરીથી લઈ શકાય છે. પણ 8 અઠવાડિયાથી વધારે મોડું કરવું નહીં.
વેક્સીનને લઈને તેમના સ્લોટ 1 એપ્રિલથી શરૂ થશે અને સાથે પહેલા વેક્સીન લગાવી ચૂકેલા નવા લાભાર્થી પસંદગી કરી શકશે કે તેમને બીજો ડોઝ ક્યારે લેવો છે. કોવિશિલ્ડ વેક્સીનને માટે ઓટો શિડ્યુલ ફીચર હટાવી દેવાયું છે. એવામાં લાભાર્થીએ ફરીના ડોઝની તારીખ મેળવી હશે.
1 એપ્રિલથી શરૂ થનારા વેક્સીનેશનના નવા તબક્કામાં 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓને વેક્સીન લગાવાશે. આ સમયે જો તમારી જન્મતારીખ 1 જાન્યુઆરી 1977 છે તો તમે વેક્સીન લગાવડાવી શકો છો. પહેલા તબક્કામાં ફક્ત સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીન લગાવાઈ હતી.
સરકારી હોસ્પિટલમાં વેક્સીનેશન સર્ટિફિકેટ ફ્રી છે. પ્રાઈવેટમાં તેની કિંમત 250 રૂપિયા છે. તેમાં સર્ટિફિકેટની કિંમત પણ સામેલ છે. ધ્યાન રાખો કે સર્ટિફિકેટ વિના વેક્સીનેશન સેન્ટરની બહાર ન નીકળો.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગભરાવવાની કોઈ જરૂર નથી. વેક્સીન સ્ટોકની કોઈ ખામી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.