ગુરૂગ્રામ જિલ્લાના ખાદમપુરમા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ દ્વારા આયોજન કરેલા અખિલ ભારતીય વૃક્ષારોપણ અભિયાનમા રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમા અમિત શાહે વૃક્ષારોપણ કર્યુ હતુ.
આ દરમિયાન તેમણે કહ્યુ કે, ભારત દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. બધા લોકો વિચારે છે કે, ભારત જેવો દેશ કેવી રીતે કોરોના સંક્રમણને રોકી શકશે. આને લઇને કેટલાય પ્રકારની શંકા સેવાઈ રહી છે પરંતુ આજે સમગ્ર દુનિયા જોઈ રહી છે કે, કેવી રીતે આપણા દેશમા કોરોના વાઇરસની સારવાર ચાલી રહી છે.
કોરોના સામેની આ લડતમા ડૉક્ટર અને નર્સો કેવી રીતે પોતાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે જેને કોઈ નકારી શકે નહીં. હુ આજે આ બધા કોરોના વૉરિયર્સને નમન કરૂ છું.
આપણા દેશના જવાનોએ આજે એ સાબિત કરી દીધુ કે, તેમણે કેવળ આતંક જ નહી, પરંતુ કોરોના જેવી મહામારી સામે લડતા પણ આવડે છે. આજે જે સમય ચાલી રહ્યો છે, તે ક્યારેય દુનિયામા કોઇએ વિચાર્યો નહી હોય. માનવજાતિના ઇતિહાસમા આવી કોઇ ભયાનક મહામારીનો ઉલ્લેખ કરવામા આવ્યો નથી. સમગ્ર દુનિયા તેનાથી લડી રહ્યો છે.
આપણા દેશમા જેવી સ્વાસ્થ્યની સેવા છે, સામે જેટલી વસ્તી છે, તેને જોતા બધાના મનમા શંકા હતી કે આપણને બહુ મોટુ નુકશાન થશે. આપણા દેશમા સરકારની સાથે 120 કરોડ લોકોએ પણ આ લડાઇ લડી છે.
દેશમા કોરોનાને લઇને હવે લોકોમા ડર નથી, પરંતુ બધાના મનમા આ મહામારી સામે લડવાનું ઝૂનુન છે. સુરક્ષાદળોએ આ લડાઇ સામે એક નવુ ઉદાહરણ આપ્યુ છે. આ લડાઇમા કેટલાય જવાનોએ પોતાની જિંદગી ગુમાવી છે.
તેમણે વધુમા જણાવ્યુ કે, હું નિશ્ચિત કરૂ છુ કે, તમારૂ આ બલિદાન અમે વ્યર્થ નહીં જવા દઇએ. ભારતમા કોરોનાની સામે ચાલી રહેલી લડાઇનો ઇતિહાસ જ્યારે લખવામા આવશે, ત્યારે આ સુરક્ષાદળોના નામ સુવર્ણ અક્ષરોએ લખવામા આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.