અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોનાની વેક્સિન તૈયાર થાય કે ના થાય, અમેરિકા ફરીથી ખુલશે, તે સાથે જ તેમણે ઘોષણા કરી કે વર્ષાં અંત સુધી કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે.
બીબીસીએ પોતાની રિપોર્ટમાં કહ્યું કે તેમણે વેક્સિન પ્રોજેક્ટ ઓપરેશન વોર્પ સ્પિડની તુલના દ્વિતિય વિશ્વ યુધ્ધ દરમિયાન દુનિયાનાં પહેલા પરમાણું હથિયારો બનાવવાનાં પ્રયાસો કર્યા.
જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વેક્સિન વગર પણ અમેરિકન લોકોને જોઇએ કે તે પોતાના જીવનમાં સામાન્યરૂપે કામ શરૂ કરે ઘણા નિષ્ણાતોને આ બાબત પર શંકા છે કે કોરોના વાયરસની રસીને એક વર્ષનાં સમયગાળામાં તૈયાર કરી શકાય છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસનાં રોઝ ગાર્ડનમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પરિયોજના 14 વેક્સિન કેન્ડિડેટ પર રિસર્ચ અને એપ્રુવલની સાથે શરૂ થશે.
તેમણે એક વેક્સિન શોધવાની અને તેને વિતરીત કરવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રનાં વચ્ચે ભાગીદારીની વાત કહી, અને ઓપરેશનનું નેતૃત્વ કરવા માટે સેનાનાં એક જનરલ અને એક પુર્વ હેલ્થકેર એક્ઝીક્યુટીવનું નામ જણાવ્યું.
પહેલા ફાર્માસ્યુટીકલ દિગ્ગજ ગ્લેક્સોસ્મિથક્લાઇનમાં વેક્સિન ડિવિઝનનું નેતૃત્વ કરી ચુકેલા મોનસૈફ સલોઇ આ મિશનનું નેતૃત્વ કરશે, જ્યારે અમેરિકન સેના માટે વિતરણની દેખરેખ રાખવા માટે જનરલ ગુસ્તાવ પર્ના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.