અમેરિકા સતત કોરોના વાઈરસને લઈને ચીન પર નિશાન સાધે છે. અમેરિકાએ કોરોનાને ચીનના વુહાનની લેબમાં બનાવવામાં આવેલા આરોપોને ચીન ફગાવતો આવ્યુ છે.
હવે ચીનના શોધકર્તાઓએ ખતરનાક કોરોના વાઈરસને લઈને એક દાવો કર્યો છે. ચીનના રિસર્ચનું કહેવુ છે કે આ ઘાતક કોરોના વાઈરસ વુહાનની વેટ માર્કેટથી નીકળ્યો નથી.
પ્રમુખ ચીની વીરોલોજિસ્ટ, જેના રહસ્યમય રીતે ગાયબ થયા બાદ કોરોના વાઈરસના વુહાન ઈન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલૉજીથી નીકળવાની અટકળો લગાવાઈ હતી. હવે ચીને એક ન્યુઝ ચેનલને કોરોના વાઈરસને લઈને ઈન્ટરવ્યુ આપ્યો છે. એટલુ જ નહીં તેમણે સાયન્સ પર રાજકારણ થતુ હોવા પર ચિંતા વ્યક્ત કરી છે.
બુધવારે ચીની વૈજ્ઞાનિકોએ તે રિપોર્ટને ફગાવી દીધી જેમાં કોરોના વાઈરસ વુહાનની સી ફૂડ માર્કેટમાંથી નીકળીને બાદમાં દુનિયામાં એક મહામારીના રૂપમાં ફેલાવાનો દાવો કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.