કોરોના વાયરસની ઉત્પત્તિ અંગેનું અમેરિકન અધ્યયન થઈ ગયુ પુરુ,કોરોના વાયરસના જીનોમિક વિશ્લેષણ પર આધારિત

અમેરિકન ગવર્મેન્ટ નેશનલ લેબોરેટરીના રિપોર્ટમાં આ તારણ નિકળ્યુ છે કે શક્ય છે કે ચીનની વુહાન લેબમાંથી કોરોના વાયરસ લીક થયો અને તેની તપાસ આગળ પણ ચાલુ રહેવી જોઈએ.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ અધ્યયન મે 2020માં કેલિફોનિયા સ્થિત લોરેન્સ લિવરમોરે નેશનલ લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને ટ્રમ્પ પ્રશાસને અંતિમ મહિના દરમિયાન કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ દરમિયાન વિદેશ વિભાગ દ્વારા સંદર્ભિત કરવામાં આવ્યો હતો.  જર્નલે કહ્યું કે લોરેન્સ લિવરમોરેનુ આ અનુમાન કોરોના વાયરસના જીનોમિક વિશ્લેષણ પર આધારિત છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યુ હતુ કે કોરોનાની ઉત્પત્તિ સાથે જોડાયેલા જવાબને જાણવા માટે તેમણે આદેશ આપ્યા હતા. ત્યારે અમેરિકન ગુપ્તચર એજન્સીઓ 2 શક્ય પરિદ્રશ્યો પર વિચાર કરી રહી છે. જેમાંથી પહેલો છે કે કોરોના એક લેબ દુર્ઘટનાનું પરિણામ છે. બીજુ છે કે શું આ એક સંક્રમિત જાનવરની સાથે માણસના સંપર્કના કારણે ઉભર્યો છે. પરંતુ તે હજું કોઈ તારણ પર નથી પહોંચ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.