ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વધતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહામારીની સ્થિતિને ધ્યાને લેતા કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને પગલે વાઇલ્ડ લાઇફ બોર્ડેઆદેશ આપ્યો છે કે, જ્યાં સુધી નવી કોઇ ગાઇડલાઇન જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્ક અને અભ્યારણો બંધ રાખવામાં આવે.
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે
મહત્વનું છે કે આજથી 18+ લોકોનું પ્રથમ વાર રસીકરણ રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેમાં 55,235 લોકો જે 18 થી 44 ની વયના છે ને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય કુલ 2,17,093 લોકોને રસી અપાઈ છે, અને રાજ્યમાં કુલ 4,29,130 લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયા છે, રિકવરી રેટ હાલમાં 73.78 ટકા .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.