કોરોના વાયરસને ખતમ કરવા માટે, માત્ર ગરમી જ નહી એ સિવાય પણ,ઘણા પરીબળો કરે છે કામ

કોરોના વાયરસ અંગે સ્ટડી પણ થયો હતો કે આ વાયરસ સીઝનલ છે જે ગરમ તાપમાન અને ઉષ્ણ કટિબંધીય જળવાયુ હવામાન હોય ત્યારે તે ઓછો અસરકારક રહે છે એટલે કે જે સ્થળે ઉંચું તાપમાન રહે છે અને સૂર્યના તેજ કિરણો વધુ સમય સુધી રહે છે ત્યાં કોરોના સંક્રમણનો દર ઓછો રહે છે.

કોરોના વાયરસને ખતમ કરવા માટે માત્ર ગરમી જ નહી એ સિવાય પણ ઘણા પરીબળો કામ કરે છે. સ્ટડી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે તીવ્ર અલ્ટ્રોવાયોલેટ કિરણોના રેડિએશન અને વધુ તાપમાન કોરોના સંક્રમણ અટકાવવામાં મદદ કરે છે.

ગત વર્ષ કોરોના વાયરસ આવ્યો ત્યારે ગરમીમાં તેનો પ્રભાવ ઓછો થશે એમ માનવામાં આવતું હતું. તેનો આધાર એ હતો કે રેસ્પિરેટરી વાયરસ મોટે ભાગે સિઝનલ હોય છે જે શરદીમાં જ ઉપાડો લેતા હોય છે

આ અંગે ગત જાન્યુઆરી મહિનામાં દુનિયાના ૧૧૭ દેશોમાં કોરોના વાયરસનો સ્ટડી કરવામાં આવ્યો હતો. આ સ્ટડી માટે તાપમાન, ભૂમધ્યરેખાથી અંતર અને ભેજનું પ્રમાણ જેવા પરીબળોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.

ભૂમધ્યરેખાથી દર ડિગ્રીએ એટલે કે ઇકવેટર લાઇનથી ઉપરથી નીચે તરફ જવાથી અલગ અલગ દેશોમાં કોરોના સંક્રમણ દર ૪.૩ વધારે જોવા મળે છે એટલે કે દર ૧૦ લાખે ૪.૩ ટકા લોકો સંક્રમણનો ભોગ બનેલા હતા. જે દેશો ભૂમધ્ય રેખાની ઉપર અને નીચે ૧૦૦૦ કિમીની રેંજમાં હતા ત્યાં અન્ય દેશોની સરખામણીમાં કોરોનો કેસ ૩૩ ટકા ઓછા માલૂમ પડયા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.