કોરોના વાયરસ પર વાત કરતા એઇમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં કોરોનાના કેસમાં આવી રહેલા ઉછાળા પાછળનું કારણ નવો સ્ટ્રેન છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ બ્રિટેન જેવી છે.
ડૉ. રણદીપ ગુલેરિયાએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, હોળીની આસપાસ દેશમાં કોરોનાના કેસમાં ઉછાલો જોવા મળી રહ્યો છે કારણે કે એવી જ પરિસ્થિતિ ફરી જોવા મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, બની શકે કે કોઇ એવો વેરિએન્ટ હોય જે વાયરસને વધુ સંક્રામક બનાવી રહ્યો હોય
વધુમાં કહ્યું કે, તાર્કિક રીતે આની સંપૂર્ણ સંભાવના છે કે કેસમાં આવેલા અચાનક વધારા પાછળ એવું કંઇક જરૂર છે જે વાયરસને સંક્રામક બનાવી રહ્યુ છે.
ભારતમાં વેક્સિન બનાવનારી સીરમ ઇન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેક હવે એવો ડોઝ બનાવવા પર વિચાર કરી રહ્યું છે જે બાળકો માટે પણ ઉપયોગ કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.