કોરોનાવાયરસની બીજી લહેર વધી રહી છે,ગવર્નર કરી શકે છે મોટુ એલાન

આજે સવારે 10 વાગે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિદાસ મિડીયાને સંબોધિત કરશે.

મિડીયા રિપોર્ટ અનુસાર આરબીઆઇના ગવર્નર લોન મોરેટોરિયમને લઇને રાહત આપી શકે છે. જો એવું થશે તો ઇએમઆઇ જમા કરનારા લોકોને રાહત મળશે. આ પહેલા એક મિડીયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે દેશના બેન્કર્સે કેન્દ્રીય બેન્કને નાના ઉદ્યોગ માટે આપવામાં આવેલ લોન પર ત્રણ મહિનાના લોન મોરેટોરિયમનું એલાન કરવાનુ અનુરોધ કર્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગેલી આગના કારણે દેશનો આમ આદમી ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે, વિપક્ષ આ મુદ્દાને આગળ ધરીને મોદી સરકાર પર માછલાં ધોવાનું કામ કરી રહ્યું છે, જેને લઈને સરકાર પર હવે કઈંક નક્કર કરવાનું દબાણ વધી રહ્યું છે, ત્યારે હવે આ મુદ્દે સરકારને મદદ કરવા માટે આરબીઆઇના ગવર્નર આગળ આવ્યા હતા.

આરબીઆઇની મૌદ્રિક નીતિની બેઠકમાં વાત કરતા મોંઘવારીને લઈને ચિંતા દર્શાવતા કહ્યું હતું કે રિટેલ મોંઘવારી દર ખાદ્ય અને ઇંધણને હટાવવા છતાં પણ ડિસેમ્બરમાં 5.5 ટકાની ઉપર રહી હતી.

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં છેલ્લા ઘણા સમયથી વધારો નોંધાઈ રહ્યો છે, દિલ્હીમાં પેટ્રોલના ભાવ વધીને 90.93 થઇ ગયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.