કોરોના વાયરસનું સંક્રમણ,દેશમાં એક દિવસમાં 1.60 લાખ કેસ, 880 મોત

ભારતમાં એક દિવસમાં 1.60 લાખ નવા કોરોનાના કેસ નોંધાયા છે તો દેશમાં કુલ 1.36 કરોડ કોરોના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હાલ દેશમાં 12.58 લાખ કોરોનાના એક્ટિવ કેસજોવા મળી રહ્યા છે. કોરોના બાદ કુલ 1.22 કરોડ લોકો સાજા થયા છે તો સાથે જ કોરોનાથી દેશમાં કુલ 1.71 લાખ લોકોના મૃત્યુ પણ થયા છે.

આ સમયે 96 હજાર 727 દર્દીઓ સ્વસ્થ થયા છે જેની સાથે જ હવે 1 કરોડ 22 લાખ 50 હજાર 440 દર્દીઓ કોરોના મુક્ત થઈ ચૂક્યા છે. આ સમયે સક્રિય કેસ વધીને 12.58 લાખ સુધી પહોંચી ચૂક્યા છે

જ્યારે મૃત્યુદર ઘટીને 1.25 ટકા થયો છે.

મહારાષ્ટ્ર કોરોનાના સક્રિય કેસમાં ટોચ પર છે. રાહતની વાત એ છે કે નવા કેસની સરખામણીએ સ્વસ્થ દર્દીની સંથ્યા વધારે હોવાથી સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં સંક્રમણના સમયે 51 હજાર 751 નવા કેસ આવ્યા છે. સંક્રમિતોની કુલ સંખ્યા 34,58,996 થઈ છે અને સાથે સારવાર લઈ ચૂકેલા દર્દીની સંખ્યા 28,34,473 થઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.