નેત્ર રોગ નિષ્ણાંત ડૉ.અમિત ગર્ગે જણાવ્યું કે, કોરોના વાયરસથી આંખોમાં,રેડનેસ અને સોજો પણ આવે છે

નેત્ર રોગ નિષ્ણાંત ડૉ.અમિત ગર્ગે જણાવ્યું કે કોરોના વાયરસથી આંખોમાં રેડનેસ અને સોજો પણ આવે છે. જો આંખોની બહારની બાજુએ સંક્રમણ હોય તો તેની દવાથી સારવાર કરી શકાય છે, જો વાયરસ આંખોની અંદર પ્રવેશ કરે છે તો વાયરસ રેટિના પર અસર કરે છે. ડો. અમિત જણાવે છે કે, વાયરસથી બચવા માટે માસ્ક પહેરવામાં આવે છે, પરંતુ આંખો ખુલ્લી રહે છે, જેના કારણે સંક્રમણ થવાનો ભય રહે છે.

કોરોના વાયરસની અન્ય અંગોની સાથે સાથે આંખ પર પણ અસર જોવા મળી રહી છે. કોવિડ-19માં આંખોમાં લાલાશ તથા સોજો આવે છે અને રેટિના પર અસર થાય છે. કોરોના વાયરસથી આંખ કેવી રીતે બચાવવી અને શું-શું સાવધાની રાખવી તે વિશે અહીં નિષ્ણાંત દ્વારા જાણકારી આપવામાં આવી છે.

સંક્રમિત વ્યક્તિના ખાંસી ખાવાથી, છીંક ખાવાથી અને વાતચીત કરવાથી વાયરસ નાક, મોઢા અને આંખથી પણ શરીરમાં પ્રવેશ કરી શકે છે. કોઈ વસ્તુને અડવાથી અને તે જ હાથ આંખો પર લગાવવાથી પણ સંક્રમણ થઈ શકે છે.

કોરેક્ટિવ લેન્સ અથવા તડકામાં પહેરવાના ચશ્માથી આંખોનું રક્ષણ કરી શકાય છે, પરંતુ તે 100 ટકા સુરક્ષા આપતા નથી. ચશ્માની ઉપરની સપાટી અને નીચેની સપાટીથી વાયરસ આંખો સુધી પહોંચી શકે છે. જો તમે કોઈ દર્દીની સારવાર કરી રહ્યા છો તો ચશ્માથી તમારી આંખની સુરક્ષા કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.