ચીન અને યુરોપ બાદ અમેરિકા હવે કોરોનાની માહમારીનું કેન્દ્ર બનવા જઈ રહ્યુ છે. 24 કલાકમાં 100થી વધારે લોકોના મોત થતા અમેરિકામાં કોરોનાથી મૃત્યુઆંક 348 થયો છે. જ્યારે કે 26 હજાર 906 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને પોતાના ઘરમાં રહેવાનું આહવાન કર્યુ છે.
આ સાથે જ ન્યૂયોર્ક કોરોનાનું કેન્દ્ર બન્યુ છે. ન્યૂયોર્કમાં 10 હજાર 356 કેસ નોંધાયા છે અને 60 જેટલા લોકોના મોત થયા છે. તો બીજી તરફ ટ્રમ્પે ચીન પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ચીને કોરોના અંગેની માહિતી છુપાવી છે. જેના કારણે દુનિયા કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યુ છે.
દુનિયામાં મહામારી બનેલા કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 14 હજાર લોકોના મોત જ્યારે કે ત્રણ લાખથી વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચીન બાદ સૌથી વધારે સ્થિતિ ઈટાલીની ખરાબ થઈ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.