– વેક્સિન લગાવીને 60 હજાર લોકોને કોરોનાના હાઇ રિસ્ક ઝોનમાં મોકલ્યા
– ચીની મીડિયાએ વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનો દાવો કર્યો
2020ના વર્ષને અલવિદા કહેવા માટે તૈયાર દુનિયા અત્યારે કોરોના માટેની રસીની કાગાડોળે રાહ જોઇ રહી છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં તો અત્યાર સુધીમાં બે કોરોના વેક્સીનનો ઉપયોગ શરુ પં થઇ ગયો છે. ત્યારે હવે ચીને પણ એવો દાવો કર્યો છે કે તેમણે કોરોના વેક્સિન બનાવવામાં સફળતા મેળવી છે અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ છે. ચીનનું કહેવું છે કે તેણે અલગ અલગ સ્ટેજમાં વેક્સિનની ટ્રાયલ પણ કરી છે.
ચીની વેક્સિન સ્ટેટ કાઉન્સિલના પ્રમુખ ઝેંગના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં વેક્સિન લગાવ્યા બાદ કોઇ પ્રકારનું રિએક્શન સામે આવ્યું નથી. જો વેક્સિન લગાવ્યા બાદ કોઇ રિએક્શન ના આવે અને વાયરસ સામે સુરક્ષા પણ મળે તો તેનો અર્થ એ છે કે વેક્સિન સફળ અને સુરક્ષિત છે. ચીને દાવો કર્યો છે કે તેણે દસ લાખ લોકોને ઇમરજન્સી વેક્સિન લગાવી છે. વેક્સિન લગાવ્યા બાદ કેટલાક લોકોને રિએક્શન થયું હતુ, પરંતુ તેમાંથી કોઇ પણ સિરિયસ નહોતું.
ચીને જ્યારે પોતાના લોકોને વેક્સિન આપી, તો તેમાંથી 60 હજાર લોકોને કોરોનાના હાઇ રિસ્ક ઝોનમાં મોકલ્યા હતા. આ તમામ જગ્યાઓ એવી હતી કે જ્યાં કોરોના થવાનું જોખમ સૌથી વધારે હતું. પરંતુ આ જગ્યાઓથી પરત આવ્યા બાદ આ લોકોને કોઇ પણ પ્રકારનું રિએક્શન આવ્યું નહોતું. ત્યારબાદ ચીને એવો દાવો કર્યો છે કે તેમની વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે.
ચીનમાં મુખ્ય રીતે ત્રણ કંપને વેક્સિનની રેસમાં આગળ છે. જેમાં Sinopharm અને Sinovac એવી કંપની છે જે ચીનની બહાર પણ કેટલાક દેશોમાં વેક્સિનની ટ્રાયલ કરી રહી છે. આ કંપનીઓ યુએઇ, તુર્કી, ઇન્ડોનેશિયા, બહરીન જેવા દેશોમાં પોતાની વેક્સિનની ટ્રાયલ કરી રહી છે. ઉલ્લેખનીય છએ કે ચીનની અંદરથી જ ગયા વર્ષે કોરોના વાયરસનો ફેલાવો દુનિયાભરમાં થયો હતો. જના કારણે આખી દુનિયામાં લાખો લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો હજુ પમ કોરોનાનો કહેર દુનિયાભરમાં યથાવત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.