માનવ પરીક્ષણના બીજા અને ત્રીજા તબક્કા માટે ChAdOx1 નામની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે
કોરોના વાયરસે વિશ્વના લાખો લોકોનો જીવ લીધો છે અને 100થી પણ વધારે દેશો તેની વેક્સિન શોધવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈને સફળતા નથી મળેલી. તેવામાં ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય ખાતે લોકોને કોરોના વાયરસથી બચાવવા વેક્સિન શોધવા જે ટીમ બનાવવામાં આવી છે તેમાં ભારતીય મૂળની એક વૈજ્ઞાનિક ચંદ્રબલી દત્તા પણ સામેલ છે.
ચંદ્રબલીનો જન્મ કોલકાતા ખાતે થયો હતો અને તેણે આ ટીમમાં સ્થાન પામવા બદલ ખૂબ જ સન્માનનો અનુભવ થઈ રહ્યો હોવાની લાગણી પ્રદર્શિત કરી હતી. તેણી વિશ્વવિદ્યાલયની જેનર ઈન્સ્ટિટ્યુટમાં ક્લિનિકલ બાયોમેનક્યોરિંગ ફેસિલિટી ખાતે કામ કરે છે. તે સ્થળે જ કોરોના વેક્સિનના માનવ પરીક્ષણના બીજા અને ત્રીજા તબક્કા માટે ChAdOx1 નામની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે.
જો આ પ્રયોગ સફળ રહેશે તો વિશ્વને કોરોના વાયરસ સામે લડવામાં મહત્વની સફળતા મળશે. ટ્રાયલ સફળ રહેવા પર તે કોરોનાની સંભવિત વેક્સિન પણ બની શકે છે. દત્તાએ જણાવ્યું કે, ક્વોલિટી એશ્યોરન્સ મેનેજર તરીકે કામ કરવાનો મતલબ પરીક્ષણના તબક્કામાં પ્રગતિ પહેલા તમામ સ્તરના ધોરણોનું પાલન પૂર્ણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું છે. તેઓ હાલ આગામી તબક્કામાં પણ વેક્સિન કામ કરે તેવી આશા રાખી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.