કોરોના વોરિયર પર થૂંકનારાને પાંચ વર્ષ સુધીની સજા, યોગી સરકારનુ એલાન

દેશમાં ચાલી રહેલી કોરોનાની લડાઈ વચ્ચે યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

યુપીમાં હવે સ્વાસ્થ્ય કર્મીઓ સાથે સફાઈ કર્મીઓ, સુરક્ષા કર્મીઓ અને દરેક કોરોના વોરિયરની સલામતી માટે નવો કાયદો બનાવાયો છે.જેને કેબિનેટે મંજૂરી પણ આપી દીધી છે.

નવા કાદયા હેઠળ તમામ પ્રકારના કોરોના વોરિયર પર હુમલો કરનારાને અથવા તો તેમની સાથે અભદ્ર્ વર્તન કરનારાને 6 મહિનાથી લઈને સાત વર્ષ સુધીની સજા થશે.તેમની પાસેથી પચાર સ હજાર રુપિયાથી લઈને પાંચ લાખ સુધીનો દંડ પણ વસુલ કરવામાં આવશે.

સાથે સાથે કોરોના વોરિયર્સ પર થૂકનારા કેઆઈસોલોશેનનો નિયમ તોડનારા પર પણ કાર્વાહી થશે.કોરોના વોરિયર્સ સામે લોકોને ભડકાવનારાને પણ છોડવામાં નહી આવે.જેમાં બે થી પાંચ વર્ષની સજા અને 50000 થી બે લાખ રુપિયા સુધીના દંડની જોગવાઈ છે.

જ્યારે ક્વોરેન્ટાઈનનુ ઉલ્લંઘન કરનારા, હોસ્પિટલમાંથી ભાગનારા કે હોસ્પિટલમાં સ્ટાફ સાથે અભદ્ર વર્તણૂંક કરનારાને એક થી ત્રણ વર્ષની સજા અને દસ હજાર રુપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.લોકડાઉન તોડનારાને પણ આકરી સજા કરાશે.

જો કોઈ વ્યક્તિ પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી છુપાવશે અને જાણી જોઈને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને મુસાફરી કરશે તો તેને એક થી 3 વર્ષની જેલ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.