કોરોના કર્મવીરોને આજે સરહદના શૂરવીર સલામી રજૂ કરી રહ્યા છે. સેનાના ત્રણેય અંગોના જવાન કોરોના હાર અપાવવામાં જોડાયેલા હજારો ડૉક્ટરો, નર્સો અને મેડીકલ સ્ટાફ, સફાઈ કર્મચારી અને ફ્રન્ટલાઈન યોદ્ધાઓ પ્રતિ આભાર પ્રકટ કરતા તેમની પર પુષ્પવર્ષા કરશે.
આ અનમોલ નજારો સમગ્ર ભારતમાં ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી જોવા મળશે. દિલ્હી પોલીસ વૉર મેમોરિયલમાં સલામી આપતા આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે.
જોકે, દિલ્હી એનસીઆર વિસ્તારમાં બદલાયેલા મોસમ અને વરસાદના કારણે કોરોના વૉરિયર્સના સન્માનમાં આયોજિત થનારા એરફોર્સનો સલામી કાર્યક્રમ 1 કલાક મોડો શરૂ થશે. હવે આ 11 વાગે આયોજિત કરાશે જ્યારે પહેલા 10 વાગ્યાનો કાર્યક્રમ હતો. એરફોર્સે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.