કોરોનાના કેરની આગમચેતી છતાં ટ્રમ્પ, મોદી સહિતના વૈશ્વિક નેતાઓ ઊંઘતા રહ્યાં

અમેરિકાના મીડિયામાં જાહેર થયેલા આ રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓ, ઇન્ટેલિજન્સ અધિકારીઓએ ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ ચીનથી પ્રલય આવશે તેવી ચેતવણી આપી દીધી હતી. હવે તે સવાલો ઉઠી રહ્યા છે કે જો વિદેશી ગુપ્તચર એજન્સીઓ પાસે કોરોના વાઇરસની મહામારી આવશે તેની જાણકારી હતી તો પછી ચીન પાસે તેની જાણકારી કેમ નહોતી? અને હતી તો પછી વિશ્વને અને પોતાના જ દેશના નાગરિકોને આ અંગે ચેતવણી કેમ ન આપી? જો અગાઉ જ ચેતવી દેવામાં આવ્યા હોત તો દુનિયાભરમાં આ મહામારી ફેલાઇ જ ના હોત.

અમેરિકી મીડિયા એબીસીનો દાવો છે કે, ગત વર્ષે નવેમ્બરના અંત સુધીમાં યુએસ ઇંટેલિજન્સના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે ચીનના વુહાન ક્ષેત્રમાં નવો વાઇરસ તેજીથી ફેલાઇ રહ્યો છે અને ત્યાંના નાગરિકો માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. આ રિપોર્ટમાં તેવો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે અમેરિકાની સેનાના નેશનલ સેંટર ફોર મેડિકલ ઇંટેલિજન્સની નવેમ્બરની ઇંટેલિજન્સ રિપોર્ટમાં ખુદ ટ્રમ્પ સરકારને પણ ચેતવણી આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.