કોરોનાનો કેર: સુરતમાં કોરોનાથી વધુ એક મોત, રાજ્યમાં કુલ 14ના મોત

રાજ્યમાં કોરોના ભરડો લઈ રહ્યો છે. પોઝિટિવ કેસોમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં કોરોનાને લીધે વધુ એકનું મોત થયું છે અને આ સાથે જ સુરતમાં કુલ ત્રણના મોત થયાં છે. તેમજ વધું ત્રણ પોઝિટિવ દર્દીનો ઉમેરો થયો છે.
મળતી વિગતો મુજબ સુરતના રાંદેરના 52 વર્ષીય અહેસાન રસીદ ખાનનું નિધન થયું છે. આ સાથે જ સુરતમાં કુલ 3ના મોત થયાં છે અને આજે બીજા નવા 3 પોઝિટિવ કેસોનો ઉમેરો થયો છે.
સુરત સિવાય આજના દિવસે પાટણના એક દર્દી 45 વર્ષીય દર્દી કે જેનો કોરોના પોઝિટિવ હતો તેનું ધારપુર સિવિલમાં મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ મૃતકઆંક 14 થયો છે અને આજના દિવસે નવા 22 કેસનો ઉમેરો થતા કોરોનાના કુલ 168 દર્દી થયાં છે.
આ સિવાય અમદાવાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી વધારે 77 કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 77 કેસમાંથી 5ના મોત થયાં છે અને 7 દર્દીઓને ડીસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. રાજ્યના કુલ 17 જિલ્લામાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં 13, પાટણમાં 3, સુરતમાં 3, જ્યારે ભાવનગર, હિંમતનગર અને આણંદમાં એક-એક કેસ નોંધાયો છે. આ ઉપરાંત રાજયના કુલ 24 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા છે. જેમાં એક લાખ 45 હજાર લોકોને સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.