મંગળવારે સવારે મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે વધુ એક માઠા સમાચાર આવ્યા હતા. મંગળવારે સવારે ૪.૪૫ મિનિટ ૮૩ વર્ષીય ે આશાલતા વાબગાંવરકરે મહારાષ્ટ્રના સતારાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમણએ ૧૦૦થી પણ વધુ હિન્દી અને મરાઠી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝંઝીરમાં તેમણે અમિતાભની માતાની ભૂમિકા ભજવી હતી.
પરિવારના જણાવ્યાના અનુસાર આશાલતાજી સતારામાં મરાઠી સીરિયલ આઇ કલુબાઇનં શૂટિંગ કરતા હતા. સેટ પરથી તેમને કોરોનાનો ચેપ લાગી ગયો હતો. સેટ પર ૨૦ જણાને કોરોના થયાની જાણકારી આવી હતી. તેમનામાં કોરોનાના લક્ષણ જોવા મળતા જ તેમનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી આઇસયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ ક્રિયા સતારામાં જ કરવામાં આવી હતી.
આશાલતાએ બાસુચેટર્જીની ફિલ્મ અપને પરાયેથી હિંદી ફિલ્મોમાં કારકિર્દી કરી હતી. તેમજ તેમણે ઝંઝીરમાં અમિતાભ બચ્ચનની સાવકી માાતાની ભૂમિકા ભજવી હતી. તેમણે અંકુશ, ્પને પરાયે, આહિસ્તા આહિસ્તા, શોકીન, વો સાત દિન, નમક હલાલ અને યાદોં સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.