કોરોના કાળમાં બેવડો માર : ભારે વરસાદના કારણે મુંબઇ જળબંબાકાર, છેલ્લા બે દશકનો રેકોર્ડ તોડ્યો

મુંબઇમાં ભારે વરસાદે ફરી એક વખત લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. બુધવારે મુંબઇમાં પડેલા વરસાદે છેલ્લા બે દાયકાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ભારે વરસાદના કરાણે મુંબઇ જળબંબાકાર બન્યુ છે. એક તરફ કોરોનાનો હાહાકાર તો હતો જ ઉપરથી ભારે વરસાદના કારણે બેવડો માર પડ્યો છે. ભઊરે વરસાદના કારણે મુંબઇમાં ફરીથી લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઇ છે. કારણ કે ચોતરફ પાણી ભરાવાના કારણે ટ્રેન, બસ, રોડ, ઓફિસ વગેરે તમામ વસ્તુઓ બંધ છે. મુંબઇમાં પડેલા વરસાદની વાત કરીએ તો માત્ર મંગળવાર રાતથી લઇને બુધવાર સવાર સુધીમાં જ 270 એમએમ વરસાદ ખાબક યો છે.

હવામાન વિભાગે જણાવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર નવી મુંબઇમાં 304 એમએમ, નેરુલમાં 301.7 એમએમ સાનપાડામાં 185 એમએમ, વાશીમાં 179.5 એમએમ અને ઘંસોલીમાં 136.9 એમએમ વરસાદ પડ્યો છે. છેલ્લા 26 વર્ષોમાં સપ્ટેમ્બર મહિનામાં આ બીજી વખત છે જ્યારે મુંબઇમાં આટલો વરસાદ પડ્યો હોય. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે.

ભારે વરસાદના કારણે બીએમસી દ્વારા જરુરી ચીજવસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો અને ઓફિસો બંઘ રાખવાનો આદેશ આપ્યો છે. જેના કારણે મુંબઇમાં ફરી એક વખત લોકડાઉન જેવો માહોલ થયો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી આપી છે. શહેરના કેટલાય વિસ્તારોમાં યેલો એલર્ટ પણ જાહેર કર્યુ છે. વરસાદના કારણે બેસ્ટની 30 બસો પાણીમાં ફસાઇ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.