કોરોનાકાળમાં લગ્ન માટે ફરજીયાત લેવી પડશે મંજુરી, રાજ્ય સરકારે નિયમમાં કર્યો ફેરફાર

કોરોનાકાળમાં રાજ્ય સરકારે લગ્નના આયોજનમાં મંજુરીને લઈને ફરીથી પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. રાજ્ય સરકારે હવે લગ્ન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કર્યું છે.

ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ અંગે ઓર્ગેનાઈઝિંગ મેરેજ ફંકશન નામનું ઓનલાઈન સોફટવેર બનાવ્યું છે. લગ્નમાં 100 તે તેથી ઓછા લોકો હશે તો પણ રજીસ્ટ્રેશન ફરિયાત કરવું પડશે.

આ અંતર્ગત અરજદારે લગ્ન પ્રસંગ યોજવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યાં બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિંટ લઈ શકે છે અને તેને PDF સ્વરૂપે પણ સેવ કરી શકે છે. પોલીસ કે વહીવટી તંત્રના અધિકારી લગ્ન વખતે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સ્લીપ માંગી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.