કોરોના કાળમાં ફક્ત શારીરિક નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ, જોવા મળી રહી છે અસર

ગુજરાતના કોરોના વાયરસના કપરા સમય વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુંઆંકમાં ઘટાડો થયો છે. રવિવારે કોરોનાના 11,146 દર્દીઓ નોંધાયા છે, જ્યારે 153 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. બીજી તરફ 4,40,276 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.

ભરૂચના અંકલેશ્વર ખાતેથી એક એવો બનાવ સામે આવ્યો છે જેણે ખૂબ ચર્ચા જગાવી છે. અહીં એક વ્યક્તિએ બ્રિજ પરથી કૂદીને આપઘાત (Suicide)નો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેને બચાવી લીધો હતો. આપઘાતના પ્રયાસ પહેલા વ્યક્તિએ બ્રિજ પરથી ચલણી નોટો ઉડાવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિએ માનસિક તાણમાં આવીને આવું પગલું ભર્યું હતું. ‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ એવું કહીને વ્યક્તિએ બ્રિજ પરથી નોટો ઉડાવી હતી. નોટો ઉડાવ્યા બાદ વ્યક્તિએ બ્રિજની રેલિંગ કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમયે હાજર લોકોએ તેને બચાવી લીધો હતો

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.