કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં સતત કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના 56,286 નવા કેસ નોંધાયા છે. તો આજે મહારાષ્ટ્ર 376 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 32 લાખ 29 હજાર 547 કોરોના કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો તે 57,028 પર પહોંચ્યો છે
ઉલ્લેખનીય છે કે એકતરફ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં બમ્પર વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યમાં રસી મુદ્દે રાજકારણ ગરમાયું છએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.