કોરોનાના 5 સૌથી ખતરનાક લક્ષણો,આ લક્ષણો દેખાતા તરત જ જાઓ હોસ્પિટલ

શ્વાસ લેવામાં તકલીફ પડે કે છાતીમાં ઈન્ફેક્શન કે દર્દ થાય તો આ ખતરાનો સંકેત હોઈ શકે છે. કોરોના વાયરસ એક રેસ્પિરેટરી ઈન્ફેક્શન છે અને વાયરસ શરીરમાં અપર ટ્રેક્ટમાં હેલ્ધી સેલ્સ પર હૂમલો કરે છે.

કોરોના સંક્રમિત થાો તો ઓક્સીજન લેવલ પર નજર રાખવી જરૂરી છે. કોરોના પોઝિટિવ દર્દીના ફેફસાના એરબેગમાં ફ્લૂડ ભરાઈ જાય છે અને શરીરમાં ઓક્સીજન લેવલની ખામી આવે છે.

અનેક દર્દીમાં કન્ફ્યુઝન, આળસ, બેચેની અને બેહોશીના લક્ષણો જોવા મળે છે. એક્સપર્ટ કહે છે કે જો કોઈ દર્દીને સરળતાથી કામ કરવામાં ફરિયાદ આવી રહી છે તો કે પછી બોલવામાં મુશ્કેલી આવે છે તો તેને તરત હોસ્પિટલમાં એડમિટ કરી લેવો જોઈએ.

છાતીમાં કોઈ પણ પ્રકારનું દર્દ થાય તો તેને ભૂલથી પણ ઈગ્નોર ન કરશો. સાર્સ- કોવ2ના અનેક કેસમાં ફેફસાની મ્યૂકોસલ લાઈનિંગ પર એટેક કરાય છે અને માટે છાતીના આ ભાગમાં દર્દીને દર્દ અને બળતરા પણ અનુભવાય છે

કોરોના પોઝિટવ વ્યક્તિના હોઠ અને ચહેરા પર ભૂરાશ આવે છે. આ સમયે શરીરમાં ઓક્સીજન લેવલ પ્રભાવિત થવાના સંકેત તમે મેળવી શકો છો.ઘરમાં ક્વોરન્ટાઈન થતા પેશન્ટની સાથે ઘરમાં રહેતા તમામે માસ્ક પહેરવું અને સાથે કોરોનાના સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું ખાસ પાલન કરવું, સાથે સેનેટાઈઝિંગ અને હાથ ધોવાની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.