કોરોનાના વધતા કેસો માટે ચૂંટણીઓ, અન્ય જાહેર કાર્યક્રમો, લોકોની ઘટેલી કાળજીઓને પ્રાથમિકપણે જવાબદાર ગણી શકાય છે : વૈજ્ઞાનિકો

ટોચના વૈજ્ઞાનિકો કહે છે કે વાયરસના બદલાયેલા સ્વરૂપો (મ્યુટન્ટ સ્ટ્રેઇન્સ)ના ગુંચવાડાભર્યા ઇન્ટરપ્લે, જેને ચેપ લાગવાનો ભય રહે છે તેવી વસ્તીનું જંગી પ્રમાણ, અને આ વસ્તીને વધુ જોખમમાં મૂકતા ચૂંટણીઓ તથા અન્ય જાહેર કાર્યક્રમો તથા લોકોની ઘટેલી કાળજીઓને પ્રાથમિકપણે જવાબદાર ગણી શકાય છે.

શનિવારે ૧૪પ૦૦૦ કરતા વધુ નવા કેસો સાથે ભારતના કોવિડના કુલ કેસો ૧૩૨૦૦૦૦ને વટાવી ગયા હતા એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ જણાવતા હતા. જેને ઘણા લોકો બીજું મોજું ગણે છે તેમાં પહેલા મોજા કરતા વધુ ઝડપથી કેસો વધી રહ્યા છે.

દેશના અગ્રણી વાયરસશાસ્ત્રીઓ શાહીદ જમીલ અને ટી. જેકબ જહોન એ બાબતે સંમત છે કે કોવિડ-૧૯ના રોગચાળા અંગેના નિયમોનું પાલન કરવામાં લોકોની બેદરકારી એ કેસો ઝડપથી વધવા માટેનું મહત્વનું કારણ છે. વાસ્તવિકતા એ છે કે લોકોએ સાવધાની ઓછી કરી નાખી છે તેઓ પહેલા મોજા પછી કોવિડ શિષ્ટાચારનું પાલન કરતા નથી જે ચોક્કસપણે કેસો વધવા માટનો વાજબી ખુલાસો હોઇ શકે.

જહોન કહે છે કે સરકારે રસીકરણ મોડું શરુ કર્યું અને રસીકરણના કોઇ ચોક્કસ લક્ષ્યો વર્ણવવામાં આવ્યા નથી. પ્રથમ મોજા પછી પણ ઘણા બધા લોકો હજી ચેપ લાગવાની શક્યતા ધરાવે છે એમ આ ઉછાળા પરથી જણાય છે એમ એક અગ્રણી નિષ્ણાતે જણાવ્યું હતું.

શાહીદ જમીલ નોંધે છે કે પંજાબના નવા ૮૦ ટકા કેસોમાં તો યુકે વેરિઅન્ટ જણાયો છે જયારે ભારતમાં એક નવો ડબલ મ્યુટન્ટ ઉદભવ્યો છે અને મહારાષ્ટના ૧૫થી ૨૦ ટકા કેસોમાં આ નવો બદલાયેલો વાયરસ જવાબદાર જણાયો છે એમ તેઓ કહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.