કોરોનાના કેસો વધતા હોસ્પિટલો ઉભરાઇ,સ્મીમેર, સિવિલ અને ખાનગીમાં દર્દીઓ વધ્યા

કોરોનાના કેસો વધતા હોસ્પિટલો ઉભરાઇ છે, ખાસ કરીને સ્મીમેર, સિવિલ અને ખાનગીમાં દર્દીઓ ચિંતાજનક રીતે વધ્યા છે. કોવિડ બેડની વાત કરવામાં આવે તો સ્મીમેર અને સિવિલમાં 25 ટકા બેડ ફૂલ થઇ ચૂક્યા છે.

શહેરની 32 હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટ કરવામાં આવી છે. ડેઝિગ્નેટ હોસ્પિટલોમાં 1810 બેડ સામે 947 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2276 કેસ નોંધાયા છે અને 1422 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,83,241 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 5 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે

મંગળવારે 1730 કેસ, બુધવારે 1790 કેસ અને ગુરૂવારે 1961 કેસ અને શનિવારે 2190 કેસ અને આજે 2276 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટ છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 601 કેસ અને ગ્રામ્યમાં 11 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 607 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 153 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 269 કેસ, જ્યારે ગ્રામ્યમાં 67 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 145 કેસ અને ગ્રામ્યમાં 27 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.