કેન્દ્રએ રવિવારે કહ્યુ કે અનિયંત્રિત ડાયબિટીસ અને લાંબા સમય સુધી આઈસીયુમાં રહેનારા કોરોનાના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ કવક સંક્રમણ જોવા મળી રહ્યુ છે અને જો ધ્યાન ન આપવામાં આવ્યુ તો આ જીવલેણ થઈ શકે છે.
જેમાં કહેવામાં આવ્યુ છે કે મ્યુકોરમાઇકોસિસની સારવાર ન કરવામાં આવે તો આ જીવલેણ બની શકે છે. હવામાં હાજર કવકના શ્વાસના રસ્તે શરીરની અંદર પહોંચવા પર વ્યક્તિનું સાઈનસ અને ફેંફસા અસરગ્રસ્ત થાય છે.
કેન્દ્રએ કહ્યુ કે ડાયબિટીસ અને નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા કોરોનાના દર્દીમાં નાસિકા સૂજન, ચહેરાની એક તરફ દુખાવો, નાકની રેખા પર કાળાપણુ, દુખાવાની સાથે ઘૂંઘળુ દેખાવુ, છાતીમાં દુખાવો, ત્વચામાં ફેરફાર અને શ્વાસ લેવામાં સમસ્યા થવા પર મ્યુકોરમાઇકોસિસનો શંકાસ્પદ મામલો હોઈ શકે છે.
આઈસીએમઆર- સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહમાં કહેવામાં આવ્યુ છે કે આ બિમારીથી સૌથી મોટુ સંકટ, ડાયબિટીશનું અનિયંત્રિત થવું, સ્ટ્રોયડના કારણે પ્રતિરક્ષણ ક્ષમતામાં અછત, લાંબા સમય સુધી આઈસીયૂમાં રહેવુ, નુકસાનકારક તથા વોરીકોનાજોલ પદ્ધતિની સારવાર છે. સૂચનમાં કહેવામાં આવ્યુ છે કે આ બિમારીથી બચવા માટે કોવિડ 19ના દર્દીને રજા આપ્યા બાદ પણ લોહીમાં ગ્લૂકોઝ પર નજર રાખવી જોઈએ. સ્ટોયડના ન્યાયોચિત તથા યોગ્ય સમય પર ઉપયોગ થવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.