દિલ્હીમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં 6 દિવસ માટે લોકડાઉન લગાવાયું છે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્તાવાર જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું દિલ્હીમાં કેટલાક દિવસો માટે લોકડાઉન લગાવવું જરૂરી છે.
આજ રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવાર સવાર સુધી(6 દિવસ) લોકડાઉન લગાવાશે. લગ્નની સિઝન છે, તેના સંબંધો તોડવા નથી માંગતા, પરંતુ 50 લોકો સાથે યોજાય. આ નાનું લોકડાઉન છે 6 દિવસનું લોકડાઉન છે.
હું તમારો સંપૂર્ણ ખ્યાલ રાખીશ. હું છું ને મારા પર ભરોસો રાખો. તમે સૌ લોકો જાણો છો કે, મેં હંમેશા લોકડાઉનનો વિરોધ કર્યો છે
કેજરીવાલે દિલ્હીની જનતાને સંબોધતા કહ્યું કે, જનતાના સહકાર વગર કોરોનાને રોકવો શક્ય નથી. જનતાનો સહયોગ જરૂરી છે. દિલ્હીમાં 1 લાખથી વધુ ટેસ્ટ થઇ રહ્યા છે. દિલ્હીમાં સૌથી વધુ ટેસ્ટ થઇ રહ્યા છે. હાલ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની અછત આવી રહી છે
કેન્દ્ર તરફથી અમને મદદ મળી રહી છે. દિલ્હીમાં ઑક્સિજન અને દવા અછત આવી રહી છે. આ તથ્ય ડરાવવા નહીં પરંતુ આ તમામ પરિસ્થિતિ છે. આના પર ચર્ચા કરવા આ પરિસ્થિતિ જણાવી છે.
અમે અમારી વધુ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આજે 25 હજાર કેસ આવ્યા છે. અમારૂ હેલ્થ સેન્ટર તણાવમાં છે. હેલ્થ સિસ્ટમ પડી ભાંગશે. કોઇ પણ હેલ્થ સિસ્ટમની મર્યાદા હોય છે. દિલ્હીએ સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કર્યા છે. મોટા પ્રમાણમાં કામ થયા છે. 25000 ઉપર કેસ પણ તંત્ર ચાલી રહ્યું છે
તમને જણાવી દઇએ કે, દિલ્હીમાં કોરોના સંકટના કારણે પરિસ્થિતિ હવે બેકાબૂ થઇ ગઇ છે. દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં બેડ્સ નથી, ઑક્સિજનની પણ અછત છે. ત્યારે આ જ કારણે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવો પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.