કોરોનાના કારણે મંદિરો બંધ,30 એપ્રિલ સુધી ધાર્મિક સ્થળો બંધ કરાયા

આ વર્ષે કોરોના કાળમાં નવરાત્રીમાં મંદિર ભક્તો માટે બંધ કરી દેવાયા છે. અંબાજીથી લઈ દ્વારકા સુધીના તમામ નાના મોટા મંદિરોને સરકારે 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરના 2 પ્રસિદ્ધ મંદિરો ભક્તો માટે બંધ કરાયા છે.

  • સોમનાથ મંદીર – ગીર સોમનાથ
  • અંબાજી મંદીર – બનાસકાંઠા
  • શામળાજી મંદીર – અરવલ્લી
  • બહુચરાજી મંદીર – બેચરાજી
  • મહાકાળી મંદીર -પાવાગઢ
  • રણછોડરાઇ મંદીર – ડાકોર
  • દ્રારકાધીશ મંદીર – દ્રારકા
  • સ્વામીનારાયણ મંદીર – વડતાલ
  • અક્ષરધામ મંદીર – ગાંધીનગર
  • ભદ્રાકાળી મંદીર – અમદાવાદ
  • ઇસ્કોન મંદીર – અમદાવાદ
  • સ્વામિનારાયણ મંદીર – કાલુપુર
  • જગન્નાથ મંદીર – અમદાવાદ
  • માતાનો મઢ – કચ્છ
  • તુલશી શ્યામ મંદીર – અમરેલી
  • સંતરામ મંદીર – નડીયાદ
  • ઉમિયા ધામ – ઊંઝા
  • ખોડલધામ – કાગવડા
  • ચામુડા માતા મંદીર – ચોટીલા
  • હર્ષદ મંદીર – પોરબંદર
  • ભાલકા તીર્થ – ભાલકા
  • જલારામ મંદીર – વીરપુર

ગઈકાલે ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. સાથે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી નવા નિર્ણયો પણ કર્યા હતા. જેમાં 14 એપ્રિલથી ગુજરાતમાં લગ્નમાં વધુમાં વધુ 50 જ લોકોને હવે ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.