કોરોના પોઝિટિવ સગર્ભાની સલામત પ્રસુતિ સૌના માટે ચિંતાનો વિષય બને છે. આવા કપરા સમયમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 12 દિવસમાં 12 કોરોના પોઝિટિવ સગર્ભાની સુરક્ષિત પ્રસુતિ કરાવાઇ છે. હાલના સંજોગોમાં સિવિલ હોસ્પિટલ કોરોના પોઝિટિવ સગર્ભા માતાઓ અને તેમના કુટુંબ માટે રાહતરૂપ બની છે.
12 દિવસમાં 12 કોરોના સગર્ભાની સલામત પ્રસુતિ કરાવી હોવાનું જણાવી ગાયનેક વિભાગના વડા ડૉ. પ્રીયંકા જોગીયાએ કહયુ કે, કોરોના પોઝિટિવ સગર્ભાની સલામત પ્રસુતી માટે પ્રશ્ન ઉપસ્થિત થાય.
ગાયનેક વિભાગના ડોકટરોની ટીમે તા.12 થી 21 એપ્રીલ દરમિયાન 12 કોરોના પોઝિટિવ સગર્ભાની સલામત પ્રસુતિ કરાવી આ કુટુંબો માટે તેમના નવાંગતુક બાળકના જન્મને આસાન બનાવ્યો હતો. જેમાં 7 સીઝેરીયન અને 5 નોર્મલ પ્રસુતિ થઇ હતી
આ 12 સગર્ભા માતાઓમાં કેટલાક એવા લોકો પણ હતા જેમણે હંમેશાં ખાનગી હોસ્પિટલોનો સહારો લીધલ હતો. જેમણે સિવિલ હોસ્પિટલની કદાચ કયારેય સારવાર કે મુલાકાત લીધી ના હોય પરંતુ કોરોના પોઝિટિવ સગર્ભાની સલામત પ્રસુતિ બાદ સિવિલના ડોકટરોની ટીમની સારવાર અને દેખભાળથી તેમને જરૂર સંતોષ થયો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.