ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે માર્ચ મહિનાથી આ કેસ વધવાની શરૂઆત થઈ હતી જે બાદથી દૈનિક કેસના આંકડા માં દરરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે.
એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં જ 301 લોકોના મોત થાય છે જ્યારે કુલ આંક 5 હજારે પહોંચવા આવ્યો છે. માત્ર એપ્રિલ મહિનાના 12 દિવસમાં જ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
સ્થિતિ એવી છે કે સતત થઈ રહેલા અંતિમ સંસ્કારને કારણે સ્મશાનની ભઠ્ઠીઓ, ચીમનીઓ પણ પીગળવા લાગી છે. મજબૂત માનવામાં આવતા લોખંડના ઍન્ગલ પણ આકાર બદલી રહ્યાં છે.
રાજ્યની ચિંતામાં વધારો થયો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની આઠ મનપાના કમિશનરો સાથે રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ રૂપાણીએ કોરોના વાયરસની સમગ્ર પરિસ્થિતિ તથા સરકારી-ખાનગી હોસ્પિટલમાં રેમડેસીવિર ઇન્જેક્શનને લઈને ચર્ચા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.