કોરોનાના નવા કેસોમાં જોવા મળી રહ્યો છે વધારો, દર્દીની સંખ્યા ઘટીને 5 લાખ 23 હજાર 257 પર આવી

ગત 2 દિવસથી નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 48 હજાર 786 નવા મામલા આવ્યા છે.  આની પહેલા મંગળવારે આ આંકડા 45 હજાર 951 પર હતા. ફક્ત દૈનિક મામલા જ નહીં પરંતુ કોરોનાથી દર રોજ થઈ રહેલા મોતના આંકડા પણ ફરી એક હજારને પાર થયા છે. એક દિવસમાં કોરોનાન 1005 દર્દીના જીવ ગયા છે.

હવે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીની સંખ્યા ઘટીને 5 લાખ 23 હજાર 257 પર આવી ગઈ છે. સંખ્યા કુલ મામલાના ફક્ત 1.72 ટકા છે. રાહતની વાત એ છે કે એક દિવસમાં કોરોનાના 61 હજાર 588 દર્દી સાજા થઈ ગયા છે. સતત 49માં દિવસથી કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા તેના નવા કેસોથી વધારે રહી છે.

સાપ્તાહિક પોઝિટિવિટી દર પણ 2.64 ટકા પર છે તો બીજી તરફ દૈનિક સંક્રમણ દર પણ સતત 24માં દિવસે 5 ટકાથી નીચે રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.