કોરોનાના નવા લક્ષણ આવ્યા સામે,કોઇ પણ દુઃખાવાને નજરઅંદાજ ન કરો

24 કલાકની અંદર દરરોજ 1 લાખથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે. ભારતમાં આ ડબલ મ્યુટન્ટના ફેલાવા પાછળનું કારણ લોકોની ભારે બેદરકારી છે.

કોરોનાના નવા લક્ષણમાં દર્દીઓને જોઇન્ટમાં પેઇન, માંસપેશીઓમાં દુખાવો, ગેસ્ટ્રોઇંટેસ્ટાઇલ બિમારી, કમજોરી અને ભૂખ ન લાગવી વગેરે લક્ષણ જોવામાં આવી રહ્યાં છે.

જે રીતે કોરોના પોતાનુ રુપ બદલી રહ્યું છે તે રીતે લોકોને અલગ અલગ રીતે પ્રભાવિત કરી રહ્યું છે. કોરોનાની પહેલી લહેરની જેમ લોકોને હોસ્પિટલમાં ભરતી પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

નવુ વેરિએન્ટ ખુબ સંક્રામક છે અને ફેફસા તેમજ શ્વસનતંત્રમાં આસાનીથી ફેલાઇ રહ્યું છે. જેના કારણે ન્યુમોનિયા પણ તવાની સંભાવનાઓ રહે છે.

કોરોનાના નવા કેસમાં જે લોકો સંક્રમિત થાય છે તેમનામાં વાયરલ લોડ પણ વધારે જોવા મળે છે. તેનો મતલબ છે કે ઇન્ફેક્સન અને રીઇન્ફેક્શન વધારે થાય છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.