રાજકોટમાં વધી રહેલા કોરોનાનાના કેસને અને મૃત્યઆંકને લઈને કલેકટર, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે. મોરબીની મુલાકાત બાદ CM રાજકોટ આવશે.
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. રાજકોટમાં કોરોના મૃત્યુદર ચિંતા જનક સ્થિતિ પર છે.
દર્દીના સગાએ ASMITA NEWS સમક્ષ વ્યથા ઠાલવી હતી. 3 દિવસથી મૃતદેહ નથી આપી રહ્યા.
સ્મશાનમાં એક જ દિવસમાં 50થી વધુ અંતિમવિધિ કરાઈ છે. કોરોના સારવાર લેતા દર્દીઓના 31 મૃત્યુત જાહેર કરાયા છે. ડેથ ઓડિટ કમિટિના આંકડામાં રાજકોટમાં 2 મૃત્યુ દર્શાવાયા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે આજની કુલ મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. તો સાથે કોરોનાના કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.